ભરુચ જિલ્લામાં દીપડાઓએ આતંક મચાવ્યો : નિલગાય બાદ ઊંટના બચ્ચાનો કર્યો શિકાર

copy image

copy image

દક્ષિણ ગુજરાતમાં દીપડાઓએ આંતક માચવ્યો છે ત્યારે ભરુચ જિલ્લામાં દીપડાઓએ દહેશત ફેલાવી હોવાનું સામે આવી રહ્યું છે.   આલિયાબેટ વિસ્તારમાં બે ઊંટના બચ્ચાનો દીપડાએ શિકાર કરી લીધો હોવાથી સ્થાનિકોમાં ભાઇનો માહોલ સર્જાયો છે. નદી અને સમુદ્રના સંગમ સ્થળ એવા આલિયાબેટ પર અનેક લોકો વસવાટ કરે છે તેઓ ઊંટ સહિતના પ્રાણીઓને પાળે છે. ત્યારે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે દીપડાએ નિલગાય બાદ ઊંટના બચ્ચાનો શિકાર કર્યો છે. આ બનાવને પગલે લોકમાં ભયનો માહોલ પેદા થયો છે જેથી વનવિભાગ દ્વારા આ આંગે કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.