ગુજરાતમાં વધુ એક વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત

copy image

copy image

ગુજરાતમાં વધુ એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાનો મામલો સપાટી પર આવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  રાજકોટના જામકંડોરણાના લેઉવા પટેલ નર્સિંગ છાત્રાલયમાં 19 વર્ષની નર્સિંગની વિદ્યાર્થિની સલોની રાજેશભાઈ મકવાણાએ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. પ્રાપ્ત થતી વિગતો મુજબ નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરનાર હતભાગી ઉપલેટાના મોટી પાનેલી ગામની રહેવાસી હતી. ગત તા. 24/3ના આ વિદ્યાર્થિની કોલેજથી પોતાના રૂમ પર પરત ફરી હતી.ત્યારે કોઈ અકળ કારણોસર પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ  વિદ્યાર્થિનીએ કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.