આણંદ ખાતે આવેલ બોરસદ શહેર પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં આગ ભભૂકી ઉઠતાં 25 વાહનો બળીને ભશ્મ થયા
copy image

આણંદ ખાતે આવેલ બોરસદ શહેર પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આણંદ ખાતે આવેલ બોરસદ શહેર પોલીસ દ્વારા પ્રોહિબિશન અને જુગારના ગુનાઓમાં કબ્જે કરવામાં આવેલ પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે સવારના સમયે અચાનક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતાં ગણતરીના સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવ અંગે બોરસદ ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા તેઓની ટીમે તુરંત બનાવ સ્થળે આવી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ પ્રાપ્ત કર્યો હતો. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ બાઈક, મોપેડ અને કાર સહિતના ૨૫ જેટલા વાહનો બળીને ભશ્મ થયા છે.