અમદાવાદમાથી ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને SOGની ટીમે દબોચ્યો
copy image

અમદાવાદમાથી SOG દ્વારા ડ્રગ્સના જથ્થા સાથે વ્યક્તની ધરપકડ કરાઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદના VS હોસ્પિટલની પાછળના ભાગમાં જાહેરમાં ડ્રગ્સનો સોદો કરતાં શખ્સને SOGની ટીમે દબોચી લીધો છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન 1.30 લાખથી વધુની કિંમતનો 13.80 ગ્રામ જેટલો MD ડ્રગ્સનો જથ્થો કબ્જે કરાયો છે. પોલીસે ડ્રગ્સ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપીની અટક કરી તેના વિરુદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.