આધોઈમાં વ્યાજના નાણાંની માગ કરનાર શખ્સ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

copy image

copy image

  અંજારના યુવકે લાકડિયાના શખ્સ પાસેથી 10 ટકા વ્યાજે રૂા. આઠ લાખ ઉછીના લીધેલ હતા જેની વારંવાર માગણી કરાતાં ફરિયાદ નોંધાવવામાં આવેલ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારની ખેતરપાળ-બે સોસાયટીમાં રહી નોવેલ્ટી નામની દુકાનમાં કામ કરતા વિપુલ સુરેશ પ્રજાપતિ નામના યુવાન દ્વારા સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ફરિયાદી યુવાન આધોઈ રહેતો હતો તે સમયે લાકડિયાના એક શખ્સ પાસેથી   10 ટકા વ્યાજે  રૂા. આઠ લાખ રૂ. લીધા હતા. મૂડી સાથે વ્યાજના રૂા. 20 લાખ થઈ જતાં લાકડિયાના શખ્સે તેની માંગ કરી હતી અને ગત દિવસે આ શખ્સ ફરિયાદીના પિતાના ઘરે આધોઈ આવી પૈસાની માગણી કરી ઉશ્કેરાઈ જઈ તેમને થપ્પડ મારી હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોધાવવામાં આવતા પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.