ભચાઉના ચોબારીના ખેડૂત પાસેથી છ ભેંસ ખરીદ્યા પૈસા ન ચૂકવનાર બનાસકાંઠાના શખ્સ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
copy image

ભચાઉ ખાતે આવેલ ચોબારીના ખેડૂત પાસેથી છ ભેંસ ખરીદ્યા બાદ રૂા. 7,30,000 ન આપનાર બનાસકાંઠાના નેસડા ગામના શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ચોબારીના ક્રિષ્ણાનગરમાં રહેતા ફરિયાદી રમેશ વિજય વાલા વરચંદ પાસેથી નેસડા ગામનો શખ્સ આવેલ હતો જેને અગાઉ બે-ત્રણ વખત તેણે ભેંસની ખરીદી કરી રૂપિયા ચૂકવી આપી વિશ્વાસમાં લીધો હતો, બાદમાં તેણે છ ભેંસ આપવાનું કહેતાં રૂા. 7,30,000ની આ ભેંસ ફરિયાદીએ આરોપીને ત્યાં પહોંચાડી હતી. બાદમાં પૈસાની માંગ કરતાં આરોપી સરખો જવાબ આપેલ ન હતો. ઉપરાંત ફરિયાદી તેના ઘરે, ગામમાં બે વખત જતાં આ શખ્સે અને તેના પિતાએ તેને નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.