ભચાઉમાં તપાસ અર્થે ગયેલ પોલીસ કર્મચારીને નડ્યો અકસ્માત : ટ્રેઈલર હડફેટે પોલીસકર્મીના બંને પગના પંજા કચડાયા
copy image

સૂત્રો જણાવી રહ્યા છે ભચાઉમાં તપાસ અર્થે જઈ રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલને ટ્રેઈલરે હડફેટમાં લેતાં આ પોલીસકર્મીના પગના પંજા આ બનાવમાં કચડાઈ ગયા હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉ પોલીસ મથકે છેલ્લાં ચાર વર્ષથી ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રવીણ રામતીરથ પાસીને આ અકસ્માત નડ્યો છે. આ પોલીસ કર્મચારી તપાસ અર્થે ગયેલ હતા જ્યાં તેઓએ પોતાનું વાહન પાર્ક કરી તપાસ સ્થળ તરફ જઈ રહયા હતા તે સમયે ટ્રેઈલર એ પ્રવીણ પાસીને હડફેટમાં લીધા બાદ ડિવાઈડરમાં અથડાયું હતું. આ બનાવમાં હેડ કોન્સ્ટેબલના બંને પગના પંજા ચગદાઈ ગયા હતા. ત્યારે તેમણે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે. અને ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.