ભુજના યુવાનની હત્યાના કેસમાં કોઈ સાક્ષ નહીં …?
copy image

ભુજના યુવાનની હત્યાના કેસમાં નવા અહેવાલ સામે આવ્યા છે. જે અંગે સૂત્રો જણાવી રહ્યા છે ગજોડ ડેમ નજીક ભુજના યુવાન અંશુલ ગોહિલની લોહી-લુહાણ હાલતમાં લાશ મળી આવવાના ચકચારી પ્રકરણમાં હજુ સુધી કોઈ સબૂત કે સાક્ષ સામે આવ્યા નથી. આ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ હતભાગી ભુજથી નીકળ્યો અને ઘટનાસ્થળે પહોંચ્યો તે વચ્ચે આવતા તમામ સીસીટીવી ફૂટેજની તપાસ કરી લેવામાં આવી છે?પરંતુ કોઈ હતભાગીનો પીછો કરતો હોય કે અન્ય કંઈ શંકાસ્પદ કૃત્ય મળી આવ્યું નથી.? પોસ્ટમોર્ટમમાં છાતીમાં છરીનો ઘા અને હાથની નસમાં છરીના ઘાથી વધુ પડતું લોહી વહી જવાથી આ યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.? આ બનાવ અંગેને હજુ તપાસ જારી હોવાનું સામે આવ્યું છે.