રાપરના ગામ નજીક બોલેરો ગાડીમાંથી રૂા. 70,968ના દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

daru-1-300x180-2

copy image

copy image

  રાપર ખાતે આવેલ સેલારી ગામ નજીકથી બોલેરો ગાડીમાંથી રૂા. 70,968ના દારૂના જથ્થા સાથે બે શખ્સોને દબોચી લીધા છે. આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર રાપર તાલુકામાં આવેલ સેલારી ગામના પાટિયાંથી આગળ પાણીના અવાડા નજીક  બોલેરો પીકઅપ ગાડીને પોલીસે અટકાવી તેને તપાસ હાથ ધરવામાં આવેલ હતી. હાથ ધરવામાં આવેલ તપાસ દરમ્યાન આ વાહનમાં ગુપ્ત ખાનું હોવાનું સામે આવ્યું હતું જેમાં તપાસ કરતાં બિયરના ટીન મળી આવેલ હતા. આ કાર્યવાહી દરમ્યાન આ વાહનમાંથી  કુલ રૂા. 70,968નો દારૂ કબ્જે કરવામાં આવેલ હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સોની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.