નલિયાના વાયોરમાં એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ

copy image

copy image

  નલિયાના વાયોરમાં EMT અને પાઇલોટની સૂઝબૂઝથી માતા-બાળકનો જીવ બચ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે ત્યારે આ અને સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અબડાસા ખાતે આવેલ ગુનાવા ગામમાં એક ગર્ભવતી મહિલાને પ્રસૂતિની પીડા થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ  હોસ્પિટલ તરફ જતા માર્ગ પર મહિલાની પ્રસૂતિ પીડા વધી જ તાં એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરવવામાં આવી હતી. ત્યારે વધુમાં જાણવા મળી રહ્યું છે કે હેડ ઓફિસના ફિજીશિયન ડૉ. મિલનના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. માતા અને નવજાત શિશુને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે CHC નલિયા લઈ જવામાં આવેલ હતા.