અમદાવાદ શહેરમાં ફરી એક વખત જાહેરમાં એક યુવક પર હુમલો : ચાર શખ્સો એક યુવાન પર લાકડીઓ લઈ તૂટી પડયા

copy image

copy image

 સૂત્રો જણાવી રહ્યા છે અમદાવાદ શહેરમાં ફરી એક વખત જાહેરમાં એક યુવક પર હુમલો થયો છે. ત્યારે આ બનાવનો વિડિયો પણ વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદના આંબાવાડી સર્કલ નજીક આ બનાવ બન્યો હતો. અહી ચાર શખ્સો વાહનમાં સવાર થઈને આવીને એક યુવક પર લાકડીઓને લઈને તૂટી પડયા હતા અને યુવકને ઢોરમાર માર્યો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ સમગ્ર બનાવ સીસીટીવી માં કેદ થતાં આરોપી શખ્સોની ઓળખ થઈ છે. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.