અમદાવાદમાં જવેલર્સની દુકાનમાં આગ ભભૂકી ઉઠતાં ધોડદામ મચી

copy image

અમદાવાદમાં જવેલર્સની દુકાનમાં આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદનાં સી.જી.રોડ ઉપર આવેલા સુપરમોલના ત્રીજા માળે કૃણાલ જવેલર્સમાં ગત સાંજે ઈલેકટ્રીક બોર્ડમાં શોટ સર્કીટ થવાના કારણે આગ ફાટી નીકળી હતી. બનાવ અંગે જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ બનાવ દરમ્યાન દુકાનમાં રહેલ ૧૦ કિલો સોના સહીત અંદાજે ૨૦ કરોડનો માલસામાન સલામત બહાર કાઢ્યો હતો. ફાયર વિભાગે બચાવેલું સોનુ માલિકને પરત કર્યુ હતુ.