ગેરકાયદે ટોડા ભરેલી ટ્રક ઝડપી પાડતી એલસીબીની ટીમ

copy image

copy image

એલસીબીની ટીમએ ગેરકાયદે ટોડા ભરેલી ટ્રક ઝડપી પાડી છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 22/3ના એલસીબીની ટીમ નરા પોલીસ વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતી તે સમયે હાજીપીર રોડ તરફથી લુણા બસ સ્ટેશન નજીક ટ્રક આવતા તેને અટકાવી તેની તપાસ હાથ ધરવામાં આવેલ હતી. આ તપાસ દરમ્યાન ભરેલા આશરે સાત ટન સેન્ડ સ્ટોન (ટોડા) અંગે વાહનચાલક પાસેથી રોયલ્ટી પાસ-પરમિટ માગતાં તે રજૂ કરી શક્યો ન હતો. જેથી સ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાંને રિપોર્ટ કરતા અધિકારી દ્વારા રૂા. 85,350નો દંડ વસૂલ કરવામાં આવેલ હતો.