ટુંડામાં કંપનીનાં બિલ્ડિંગમાંથી દશ લાખની કોપર પ્લેટોની તસ્કરી

 મુંદરા તાલુકાના ટુંડામાં ટાટા પાવર કંપનીનાં કન્ટ્રોલ બિલ્ડિંગમાંથી 11 કિલોની એક એવી 180 બસબાર કોપર પ્લેટ જેની કિં. રૂા. દશ લાખની ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નેંધાઇ છે. આ અંગે મુંદરા પોલીસ મથકે ટાટા પાવર કંપનીના પ્રોજેક્ટના એચ.આર. મેનેજર સત્યરંજન રાઉતે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમની કંપનીના એફ.જી.ડી. પ્રોજેકટ એટલે કે પ્રદૂષણ ઓછું કરવાનું કામ માટે મગાવેલો માલ કન્ટ્રોલ બિલ્ડિંગમાં રાખવામાં આવ્યો હતો. આ બિલ્ડિંગમાં રખાયેલા માલમાંથી ગત તા. 24-11-25થી તા. 13-12-25 દરમ્યાન તેમાંથી 180 બસબાર કોપર પ્લેટ જેનું કુલે વજન 1980 કિ. ગ્રા. જેની કિં. રૂા. 10 લાખની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.