“ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૨માં દાખલ થયેલ ખોટા દસ્તાવેજ તથા ચીટીંગના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા-ફરતા બે આરોપીઓને જામનગર ખાતે પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજ”

ગઇ તા.૧૩/૦૪/૨૦૨૨ ના રોજ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૦૩૨૩/૨૦૨૨ ઈ.પી.કો. કલમ -૪૦૬,૪૬૫,૪૬૭,૪૬૮, ૧૧૪ મુજબ ગુનો રજીસ્ટર થયેલ જેમાં મુસ્લીમ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી એક ગ્રાન્ટ એઇડ સંસ્થા હોઈ જેમાં આરોપી નં -૨(અનવરહુશેન ઓસમાણ સુમરા) વાળા જનરલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હોઈ તેમજ આરોપી નં-૧(સોહિલ મહમ્મદ અનવરહુશેન સુમરા) વાળા આરોપી નં-ર ના પુત્ર હોઇ જેઓ બંન્ને આરોપીઓએ મેળાપીપણ કરી આરોપી નં-૧ ના અભ્યાસ અંગેના ખોટા દસ્તાવેજો તથા માર્કશીટ તૈયાર કરાવી આરોપી નં -૧ વાળાએ આ ખોટા દસ્તાવેજો આરોપી નં-ર વાળા પાસે રજુ કરતા આરોપી નં-૦૨ વાળાએ પોતાની સહિ વાળો તા.૦૩/૧૦/૨૦૧૬ વાળો નિમણૂક પત્ર આપી આરોપી -૧ વાળાએ અનઅધિકૃત રીતે નોકરી મેળવી સંસ્થા સાથે વિશ્વાસઘાત કરી ગુન્હો કરવામાં બંન્ને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ. સદરહું બન્ને આરોપીઓ ઉપર ૨૦૨૨માં ગુન્હો દાખલ થયા બાદ આજદીન સુધી પકડાયેલ નહીં જેથી ગંભીરતા લઇ.
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ઉપરોક્ત ગુના કામેના આરોપીઓને લાંબા સમયથી નાસતા ફરતા હોય સત્વરે પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વાય.કે.પરમાર સાહેબ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, નવીનભાઇ જોષી તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા તથા ડ્રા. અશ્વિનભાઇ ગઢવીનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓને હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સ્ટાફના સુનીલભાઇ પરમારનાઓની ટેકનીકલ મદદથી ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ખોટા દસ્તાવેજ તથા ચીટીંગના ગુન્હા કામે પોલીસ તપાસથી નાસતા ફરતા આરોપી (૧) અનવરહુશેન ઓસમાણ સુમરા તથા (૨) સોહિલ મહમ્મદ અનવરહુશેન સુમરા વાળા હાલે અલ અમીન એપાર્ટમેન્ટ ખોજા ગેટ જામનગર રહે છે. જે સચોટ બાતમી હકીકત આધારે ઉપરોક્ત ટીમ દ્વારા જામનગર તપાસ કરતા મજકુર બન્ને ઇસમો મળી આવેલ જેમની પુછ પરછ કરતા ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ખોટા દસ્તાવેજ તથા ચીટીંગના ગુન્હા કામે ધરપકડથી નાસતા ફરતા હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમોની અટકાયત કરી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
- પકડાયેલ ઇસમો
અનવરહુશેન ઓસમાણ સુમરા ઉંમર.૬૯, રહે. હાલે ફ્લેટ નંબર ૧૪ અલ અમીન એપાર્ટમેન્ટ ખોજા ગેટ જામનગર, મૂળ રહે. સુમરાડેલી આશાપુરા રિંગરોડ ભુજ
- સોહિલ મહમ્મદ અનવરહુશેન સુમરા. ઉંમર ૩૪, રહે. હાલે ફ્લેટ નંબર ૧૪ અલ અમીન એપાર્ટમેન્ટ ખોજા ગેટ જામનગર, મૂળ રહે. સુમરાડેલી આશાપુરા રિંગરોડ ભુજ
- નીચેના ગુનામાં નાસતા ફરતા હતા
- ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૦૩૨૩/૨૦૨૨ ઈ.પી.કો. કલમ ४०५.४८५,४८७,४८८,११४