વર્ષોથી બંધ પડેલ ભચાઉના વિસ્તારમાંથી યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતાં દોડધામ મચી

copy image

ભચાઉના વર્ષોથી બંધ પડેલ વિસ્તારમાંથી યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતાં દોડધામ મચી જવા પામી છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ભચાઉના મહારાણા પ્રતાપ ગેટ નજીક વર્ષોથી બંધ પડેલી શાકભાજી માર્કેટમાં બપોરના સમયે બન્યો હતો. અહીથી યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. બનાવને પગલે લોકમાં ચર્ચાતો વિષય સાંભળ્યો કે, હતભાગી યુવાન હિંમતપુરા વિસ્તારનો રહેવાસી છે અને ઘણા સમયથી કોઈ કેફી દ્રવ્ય પી અને નશાની હાલતમાં ફરતો જોવા મળતો હતો. ઉપરાંત બે દિવસ અગાઉ પણ આ યુવાન નશાની હાલતમાં મહારાણા પ્રતાપ ગેટ નજીક પોલીસ ચોકીમાંથી બહાર આવતા જોવા મળી આવેલ હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.