ભુજમાં ગેરેજના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી

copy image

ભુજમાં આજે સવારે એક મોટી દુર્ઘટના બની હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. જેમાં ભુજના ન્યુસ્ટેશન રોડ પર આવેલા દર્શન ઓટોની સામેના ગેરેજના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જાણવા મળી રહ્યું છે કે, વહેલી સવારે આ ગેરેજના ગોડાઉનમાં આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. ત્યારે આ અંગે ફાયર વિભાગની ટીમને જાણ થતાં તેઓ તુરંત બનાવ સ્થળ પહોંચી અને કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લેવા સાથે પાછળના ભાગે આવેલા રહેણાક વિસ્તારમાં આગ ફેલાતી અટકાવી હતી.