આદીપુરમાં કોલેજ સામે દારૂની મહેફિલ માણતાં ત્રણ શરાબીઓને પોલીસે દબોચ્યા

copy image

આદીપુરમાં તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સામે દારૂની મહેફિલ માણી રહેલ ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર આદિપુરમાં આવેલ ટેવુંરામ સર્કલ નજીક આવેલી દુકાનમાં બેસીને બપોરના સમયે ત્રણ ઈશમો દારૂ પી રહ્યા હતા તે દરમ્યાન આદિપુર પોલીસે રેડ પાડી તમામને દબોચી લીધા હતા. વધુમાં જાણવા મળી રહ્યું છે કે પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી જેમાં ટેંવુરામ સર્કલની સામે, તોલાણી સાયન્સ એન્ડ આર્ટ્સ કોલેજની પાસે આવેલી રીદ્ધી એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં દરોડો પાડી દારૂની મહેફિલ માણતાં ત્રણેય શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.