કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ગરમીમાં રાહત : આગામી પાંચ દિવસમાં પારો ક્રમશ: ઉપર ચડવાની સાથે ગરમી વધાવાની સંભાવના
કચ્છ જિલ્લામાં દિવસ દરમ્યાન પવન ફૂંકાવાની સાથે મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ગરમીમાં રાહત અનુભવાઈ હતી તેમજ રાત્રિનું ઉષ્ણતામાન પણ ઘટવાની સાથે ઠંડકનો આનુભવ થયો હતો. ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે આગામી પાંચ દિવસમાં પારો ક્રમશ: ઉપર ચડવાની સાથે ગરમી વધાવાની સંભાવના જાહેર કરી દેવાઈ છે. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજમાં ઉષ્ણતામાન35.6 ડિગ્રી નોંધાયું હતું. દિવસના સમયે પવન ફૂંકાતાં ગરમી ગાયબ જણાઇ હતી. તેમજ રાત્રે ઠંડક પ્રસરી હતી. મિશ્ર ઋતુના કારણે નગરજનો અકળાયા હતા. વધુમાં મહિતી મળી રહી છે કે, ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારને આવરી લેતા કંડલા એરપોર્ટ મથકે મહત્તમ ઉષ્ણતામાન 35.4 જ્યારે ન્યૂનતમ 20.7 ડિગ્રી રહેવાની સાથે ગરમીમાં રાહત થઈ હતી.