માધાપરમાં ગેરેજમાંથી ઓજારોની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

માધાપર ધોરીમાર્ગ પર આવેલ ગેરેજમાંથી ઓજારોની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ ચોરીના બનાવ અંગે વશીલા ગેરેજ પાછળ અજીજ ગેરેજના માલિક અબ્દુલ અજીજ મોહમ્મદ શરીફ સમા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જે અનુસાર તા. 22/3ના રાતથી બીજા દિવસની સવાર સુધી તેમની ગેરેજના રૂમના શટરનો એક બાજુનો ભાગ ઊંચો કરી કોઇ અજાણ્યા ચોર ઇસમ તેમાં પ્રવેશી રૂમમાં રાખેલા વેલ્ડિંગના મશીનની પેટી, સર્વિસ વાયર તેમજ અલગ-અલગ પાના-પકડ, ડિસમીસ એમ ગેરેજના સાધનો જેની કિં. રૂા. 8759ની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ મામલે પોલીસ મથકે ફરરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.