આમદવાદમાં બે કાર વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત : બેનાં ઘટના સ્થળે મોત અન્ય ઘાયલ

copy image

અમદાવાદ શહેરના ધંધુકા ફેદરા હાઈવે પર રાયકા ગામ નજીક બે કાર સામ-સામે ટકરાતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા. સૂત્રો જણાવી રહ્યા છે આ બનાવમાં ટક્કર એટલી ભયાનક હતી કે એક કારનો ડ્રાઈવર સાઈડનો ભાગ ચિરાઈ ગયો હતો. ઇજાગ્રસ્તોમાંથી એકની હાલત ગંભીર હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. બનાવની જાણ થતાં જ તાત્કાલિક બે 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા.