અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરેલા વાહનોમાં આગ ભભૂકી ઉઠતાં 22 વાહનો બળીને ભશ્મ થયા

copy image

copy image

અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરેલા વાહનોમાં આગ ભભૂકી હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  અમદાવાદ શહેરમાં આવેલ ઓઢવ બ્રિજ નીચે વહેલી આ બનાવ બન્યો હતો.  અહી બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા વાહનો પાર્ક કરાયા હતા. જેમાં કોઈ કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠતા ધોડદામ મચી જવા પામી હતી. બનાવ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા તેમની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ બનાવમાં ડિટેઇન કરેલાં કુલ 22 વાહનો બળીને ભશ્મ થયા હતા.