સુરતમાં ભજીયા સેન્ટરમાં આગ ભભૂકી ઉઠી : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે સુરતના ડુમસ ખાતે આવેલ “THE COFFEE WAVE ભજીયા સેન્ટર”માં વિકરાળ  આગ ભભૂકી ઉઠી હતી. સેન્ટર બંધ હોવાના કારણે મોટી દુર્ઘટના થવાથી બચી શકાયું છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડુમસ ખાતે આવેલ “THE COFFEE WAVE ભજીયા સેન્ટર”માં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. બનાવ અંગે જાણ થતાં જ ફાયર સ્ટેશનની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી. સદભાગ્યે સેન્ટર બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી.