સુરતના શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી 20 લાખથી વધુની રકમ પડાવનાર બે આરોપીઓની કરાઈ ધરપકડ

copy image

સુરતના શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી 20 લાખથી વધુની રકમ પડાવનાર બે આરોપીઓને પોલીસે જામનગરથી દબોચી લીધા છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં ભેસ્તાન વિસ્તારમાં રહેતા શિક્ષકને અજાણ્યા નંબરથી વીડિયો કોલ આવેલ હતી જેમાં બ્લ્યુ ડાર્ટ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી શિક્ષકને કહ્યું કે, ‘તમે બેંગકોક મોકલાવેલા પાર્સલમાં 140 ગ્રામ ડ્રગ્સની સાથે પાંચ પાસપોર્ટ, ત્રણ એટીએમ કાર્ડ, એક લેપટોપ વિગેર મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા કબ્જે કરાયા છે. પૂછતાછના બહાને શિક્ષકને ધાક-ધમકી આપી ચાર દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને 20.50 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે આ ગુના કામેના આરોપી શખ્સોને સાયબર ક્રાઈમ દ્વારા ટેકનિકલ એનાલીસીસના આધારે ઝડપી પાડવામાં આવેલ છે.