મોડાસા ધનસુરા હાઈવે પર ટ્રકમાં આગ ભભૂકી ઉઠી : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

સૂત્રો જણાવી રહ્યા છે મોડાસા ધનસુરા હાઈવે પર શિકા ચોકડી નજીક વહેલી સવારે ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ટ્રકમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી તેમજ ટ્રકમાં તેલના ડબ્બા અને કાપડ ભરેલા હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. બનાવ અંગે જાણ થતાં જ તાત્કાલિક ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવેલ હતા. આગ પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.