ગાંધીધામના પડાણામાં શ્રમિક વસાહતમાં રહેનાર યુવાને ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
copy image

ગાંધીધામના પડાણામાં શ્રમિક વસાહતમાં રહેનાર યુવાને ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પડાણામાં આવેલા મુકેશ ટિમ્બર નામના લાકડાના બેન્સામાં ગઇકાલે રાત્રે અપમૃત્યુનો આ બનાવ બન્યો હતો. બેન્સામાં શ્રમિક વસાહતમાં રહેનાર ગૌતમ રોય નામનો યુવાન પોતાના રૂમમાં હતો તે સમયે કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.