અંજાર ખાતે આવેલ વરસામેડીની એક સોસાયટીમાંથી 63 હજારનો દારૂ ઝડપાયો : આરોપી ફરાર

copy image

copy image

અંજાર ખાતે આવેલ વરસામેડીની એક સોસાયટીમાંથી પોલીસે 63 હજારનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, પરંતુ  આ ગુના કામેના આરોપી શખ્સ્પ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, વરસામેડી બાગેશ્રી-1 સોસાયટીમાં રહેનાર હિતેશ વેલા બઢિયા તથા ભારત નગરનો સમીર નરેશ સથવારા નામના શખ્સો ગાડીમાં દારૂ લઈ આવી ખંડેર મકાનમાં ઉતારી રહ્યા છે મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી હતી પરંતુ પોલીસને આવતી જોઈ બંને આરોપી ઈશમો નાસી છૂટયા હતા. પોલીસે અહીથી રૂા. 63,786ના દારૂ સહિત તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી ઈશમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.