ભચાઉના નાની ચીરઈમાં મહિલા પર હુમલો કરી આબરુ લેવાના ઈરાદે અનિચ્છનીય શારીરિક સ્પર્શ કરનાર નરાધમ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

copy image

ભચાઉ ખાતે આવેલ નાની ચીરઈમાં મહિલા પર હુમલો કરી આબરુ લેવાના ઈરાદે અનિચ્છનીય શારીરિક સ્પર્શ કરનાર નરાધમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉના નાની ચીરઈમાં એક મહિલા દુકાને હતાં, તે દરમ્યાન આરોપી શખ્સ ત્યાં આવેલ હતો અને બાદમાં સામાનના પૈસા આપવા મામલે બોલાચાલી કરી હતી. બાદમાં આ શખ્સ ધારીયું લઈ આવી મહિલા પર હુમલો કરી દીધો હતો. ઉપરાંત લેવાના ઈરાદે અનિચ્છનીય શારીરિક સ્પર્શ કરતાં રાડારાડ થતાં અન્ય બે મહિલા વચ્ચે છોડાવવા પડતાં આ શખ્સે તેમને પણ માર માર્યો હતો. આ મામલે પોલીસે આ નરાધમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.