ભુજના હબાય નજીકથી છ પત્તાપ્રેમીઓ ઝડપાયા : એક ફરાર

copy image

copy image

ભુજ ખાતે આવેલ હબાયથી લોડાઇ જવાના માર્ગેથી છ જુગારપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા તેમજ એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પધ્ધર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજ ખાતે આવેલ હબાયથી લોડાઇ જવાના માર્ગ પર કોઈ ઈશમો ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી છ જુગારીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રોકડા રૂા. 21,200  કબ્જે કરી તેના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.