મુંદરા તાલુકામાં પરિણીતાને બે દિ’ બંધ મકાનમાં કેદ રાખી

મુંદરા તાલુકામાં પરિણીતાને આરોપીએ પોતાની સાથે ભાગી જઇ અને લગ્ન કરવાનું કહી બે દિવસ સુધી જૂનાં મકાનમાં ગોંધી રાખ્યાની ફરિયાદ નોંધાઇ છે.સૂત્રો પરથી મળતી માહિતી આ અંગે ગઇકાલે મુંદરા મરીન પોલીસ મથકે પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીએ ફરિયાદીને પોતાની સાથે ભાગી જઇ અને લગ્ન કરવાનું કહી, ફરિયાદીના મામાના ઘરની પાછળ આવેલી વાડીએ જતા રસ્તે બોલાવીને બાદમાં આરોપીએ ફરિયાદીને પોતાના જૂના બંધ મકાનમાં લઇ જઇ ફરિયાદીને તે મકાનમાં બે દિવસ સુધી બંધ કરી ગોંધી રાખી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.