પીપરાપાટી નજીક હોટેલમાંથી પોષડેડા સાથે ઈસમની અટક

ભચાઉ તાલુકાના પીપરાપાટી નજીક મોરબી સામખિયાળી ધોરીમાર્ગ પાસે આવેલી એક હોટેલમાંથી પોલીસે રૂા. 10,980ના પોષડેડા સાથે શખ્સની ધરપકડ કરી હતી.સૂત્રો પરથી મળતી માહિતી પીપરાપાટીની સીમમાં આવેલી બાલાજી ભંભાણી હોટેલમાં પૂર્વબાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો. છેલ્લા બે મહિનાથી આ ભાડેથી હોટેલ ચલાવતા મૂળ રાજસ્થાનનાં સાથે રાખી હોટેલની તપાસ  કરવામાં આવી હતી. દરમ્યાન રસોડામાંથી માદક પદાર્થ મળી આવ્યો હતો. જે અંગે એફએસએલ અધિકારીને બોલાવી ખરાઇ કરાવતાં આ પદાર્થ પોષડેડાનો પાઉડર હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સ પાસેથી રૂા 10,980નો 732 ગ્રામ પાઉડર, મોબાઇલ, લાઇટ બિલ વગેરે જપ્ત કરવામાં આવ્યું હતું. આ આરોપીને કોઇ ટ્રક ડ્રાઇવર આ પોષડેડા આપી ગયાની કેફિયત તેણે પોલીસ સમક્ષ આપી હતી.