સફાઇ કામદાર અને અજાણ્યા બે સામે ફરિયાદ:વિથોણના ખેતાબાપા સંસ્થાનમાં ચોરીનો પ્રયાસ
નખત્રાણા તાલુકાના વિથોણ સ્થિત ખેતાબાપા સંસ્થાનની ઓફિસના તાળાં તોડી તિજોરીની ઉઠાંતરી કરી ચોરીનો પ્રયાસ થયાના બનાવ અંગે ફરિયાદ નોંધાઇ છે.સૂત્રો પરથી મળતી માહિતી આ અંગે ગઇકાલે નખત્રાણા પોલીસ મથકે વિથોણના ખેતાબાપા સંસ્થાનના ટ્રસ્ટીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 23-9ના સવારે સંસ્થાનની ઓફિસનાં તાળાં તૂટેલાં અને તેમાંથી તિજોરી ગુમ હોવાનું સામે આવતાં આજુ-બાજુ તપાસ કરતાં સંસ્થાનના કંપાઉન્ડમાં દીવાલ પાસે માલ-સામાન ઉપાડવાની હાથલારી ઉપર સલામત પડી હતી. લોક તૂટેલું ન હતું અને ચોરી થઇ ન હતી. સીસીટીવી ફૂટેજ ચકાસતાં રાત્રે બેથી થણ વાગ્યા દરમ્યાન સંસ્થાનમાં સફાઇ કામ કરતો યુવાન તથા અન્ય બે અજાણ્યા શખ્સો ચોરીનો પ્રયત્ન કરતા દેખાયા છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.