“પધ્ધર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચીટીંગના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વાય.કે. પરમાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહીલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ પુરોહિત, મુળરાજભાઈ ગઢવી, શક્તિસિંહ ગઢવી તથા ડ્રા. મહેન્દ્રસિંહ જાડેજાનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ પુરોહિતનાઓને હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, પધ્ધર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચીટીંગના એક ગુન્હા કામે નાસતો ફરતો આરોપી અશોક જયંતીલાલ મહેતા હાલે મહારાષ્ટ્ર રાજયમાં મુંબઇમાં હોવાની હકીકત આધારે તપાસ કરતા મજકુર આરોપી મળી આવેલ જેની પુછ પરછ કરતા પધ્ધર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચીટીંગના ગુના કામે ધરપકડથી નાસતો ફરતો હોવાની હકીકત જણાવતા તે બાબતે તપાસ કરતા નીચે મુજબનો ગુના દાખલ થયેલ હોય જેથી મજકુર ઇસમની અટકાયત કરી પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

  • પકડાયેલ આરોપી

અશોક જયંતીલાલ મહેતા ઉ.વ.૬૨ રહે. ૪૦૨ તુલસી દર્શન એપાર્ટમેન્ટ પ્લોટ નં.૩૭/૩૮ વાસી સેકટર-૨૬ નવી મુંબઇ

  • નીચેના ગુનામાં નાસતો ફરતો હતો
  • પધ્ધર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૦૧૫૬/૨૦૨૪ આઇ.પી.સી. કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ