હનીટ્રેપમાં યુવાનને ફસાવી લાખો રૂપીયાની માંગણી કરતા હનીટ્રેપના બનાવમાં અન્ય એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ

ભુજ શહેર એ ડીવીઝન પોસ્ટેમા ગુના રજીસ્ટર નંબર ११२०५०४२२५०३०१ બી.એન.એસ. કલમ ૩૦૮(૬),૩૫૧(૨),૬૧(૨),૨૦૪ મુજબ ગઈ તા.૧૭/૦૩/૨૦૨૫ ના રોજ ગુનો રજીસ્ટર થયેલ આ કામેના આરોપીઓએ આ કામે ના ફરીયાદી પાસેથી રૂપીયા પડાવવાનુ કાવતરૂ રચી જે કાવતરાના ભાગ રૂપે આરોપી મુસ્કાન વાળીએ ફરીયાદીને હિલગાર્ડન મા લઇ જઈ હિલગાર્ડથી ફરીયાદી તથા આરોપી મુસ્કાન બન્ને મોટર સાઇકલ ઉપર જતા હતા ત્યારે આરોપી અબ્દુલ હમીદ સમા વાળાએ આ ફરીયાદી તથા આરોપી મુસ્કાનના ફોટા પાડી ફોટા આરોપી ન.મુસ્કાન, અબ્દુલ હમીદ સમા તથા સરફરાજ રઝાક ખાટકી વાળા સાથે મળી આરોપી મામદ નોડે વાળાને મુસ્કાનનો ખોટો પતિ બનાવી ફરીયાદીને ઘમકાવી ફરીયાદીને તમામ આરોપીઓએ રચેલ આ સમગ્ર મામલો પતાવવા કરવા માટે ફરીયાદી પાસે થી રૂ.૧૯૦૦૦૦૦/ ની માંગણી કરી રૂ.૧૯૦૦૦૦૦/ આ તમામ આરોપીઓએ ફરીયાદી પાસે લઈ તથા ભુજ સીટી એ ડિવિઝન મા ખોટી અરજી કરી સમાધાન ના નામે પોલીસ તરીકે ખોટી ઓળખ આપનાર આરોપીએ અબ્દુલ હમીદ સમા તથા સરફરાજ રઝાક ખાટકી નાએ ફરીયાદી પાસે થી રૂ. ૩૦૦000/ મેળવી એમ કુલ્લે રૂ.૨૧૦૦૦૦૦/મેળવી લઇ ગુન્હો કરેલ.
જેથી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ-કચ્છ, ભુજનાઓએ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે સુચના આપેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વાય.કે. પરમાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. પંકજભાઇ કુશ્વાહા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, નવીનભાઇ જોષી, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા દિવ્યરાજસિંહ જાડેજાનાઓ ઉપરોક્ત ગુનાના આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સ આધરે નવીનભાઇ જોષી તથા રણજીતસિંહ જાડેજાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ઉપરોક્ત ગુન્હા કામે પોલીસ તપાસથી નાસતો ફરતો આરોપી હાસમ ઉર્ફે ફકીરો કાસમ કાતીયાર રહે.ગાંધીનગરી એરપોર્ટ રોડ,ભુજ વાળો હાલે આશ્રમ ચોકડી ભુજ ખાતે હાજર છે. જે સચોટ બાતમી હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેથી ઉપરોક્ત ગુના કામે હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
- પકડાયેલ આરોપી
- હાસમ ઉર્ફે ફકીરો કાસમ કાતીયાર ઉ.વ.૫૨ રહે.ગાંધીનગરી એરપોર્ટ રોડ,ભુજ