આદિપુરમાં જાહેરમાં લોકો પાસેથી આંકડો લેતા શખ્સને પોલીસે દબોચ્યો
copy image

આદિપુરમાંથી જાહેરમાં લોકો પાસેથી આંકડો લેતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુરમાં મદનસિંહ સર્કલ પાસે સોનલ ચાની હોટેલ પાસે ઊભા રહી ગુરમુખદાસ વીરૂમલદાસ સતવાણી નામનો શખ્સ લોકો પાસેથી આંકડો લઇ રહ્યો હતો. તે દરમ્યાન આવેલ પોલીસે આ શખ્સને દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.