આદિપુરમાંથી ઘરની બહાર ખાટલા પરથી ત્રણ મોબાઇલની ચોરી થતાં નોંધાઈ ફરિયાદ

fir

copy image

copy image

આદિપુરમાંથી ઘરની બહાર ખાટલા પરથી ત્રણ મોબાઇલની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કેસરનગર-3માં ઘરની બહાર ખાટલા પરથી રૂા. 97,000ના ત્રણ મોબાઇલની કોઇ શખ્સો ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ બનાવ આદિપુરના કેસરનગર-3 વિસ્તારમાં પ્લોટ નંબર 78 પાસે ગત તા. 1/4ના બન્યો હતો. ફરિયાદી ચેતન નારણ રાજગોર તથા તેના બે ભાઇ એમ ત્રણ યુવાન રાત્રે પોતાનાં ઘરની બહાર ખાટલા ઉપર બેઠા હતા. ત્યારે જાણવા મળી રહ્યુ છે કે કઈક કામ પડતાં આ ત્રણેય જણ ઘરમાં ગયા હતા, અને તેમના ત્રણ મોબાઇલ ખાટલા ઉપર પડયા હતા. બાદમાં તેઓએ બહાર આવીને જોતાં મોબાઈલ ગુમ જણાયા હતા. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.