ભુજ ખાતે આવેલ નાના વરનોરામાં સામાન્ય મુદ્દે એક યુવાન પર સાત શખ્સોનો હુમલો

humlo

copy image

copy image

 ભુજ ખાતે આવેલ નાના વરનોરામાં સામાન્ય મુદ્દે એક યુવાન પર સાત શખ્સોએ હુમલો કરી દીધા હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નાના વરનોરાના અનેશ ગની મોખા દ્વારા આ બનાવ અંગે માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ગત દિવસે સાંજે ફરિયાદી બાઇક લઇ દૂધ લેવા ગયો હતો અને દુકાન પાસે બાઇક મૂકતાં આરોપીએ બાઈક સાઈડમાં રખવા જણાવ્યુ હતું.  જેના જવાબમાં હમણાં જ રાખી દઉં છું તેવું ફરિયાદીએ કહેતા આરોપી શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરી હતી. બાદમાં આ શખ્સે પોતાની સાથે અન્ય શખ્સોને લઈ આવી  ગેરકાયદે મંડળી રચી પાઇપ અને લોખંડના પંચ જેવાં ઘાતક હથિયારોથી હુમલો  કરી દીધો હતો. આ બનાવમાં ઘાયલ થયેલ ફરિયાદીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.