ભચાઉમાં કૌટુંબિક ભાઈએ વ્યાજે પૈસા આપ્યા બાદમાં વારંવાર માગણી કરતાં નોંધાઈ ફરિયાદ
copy image

ભચાઉમાં કૌટુંબિક ભાઈએ વ્યાજે પૈસા આપ્યા બાદમાં વારંવાર માગણી કરવાના પ્રકરણમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ અંગે ભચાઉના બટિયા વિસ્તારમાં રહી એમ.કે. મોબાઈલ નામની દુકાન ચલાવતા મામદહુસેન અબ્દુલશા શેખ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર બે વર્ષ અગાઉ સેન્ટ્રિંગનાં કામ માટે પ્લેટો ખરીદવી હોવાથી ફરિયાદીએ પોતાના કૌટુંબિક ભાઈ પાસેથી વ્યાજ પર 1,25,000 લીધા હતા બાદમાં 15000ના સાત હપ્તા ભર્યા હતા અને મૂડીના રોકડ રૂા. 75,000 આપી પોતાની કાર તેની પાસે છોડાવી હતી. વધુમાં જાણવા મળી રહ્યું છે કે ત્યાર બાદમાં પૈસાની વ્યવસ્થા ન હોવાથી હપ્તા ન ભરાતા આરોપીએ વારંવાર રૂપિયાની માગણી કરી ગાળાગાળી કરી હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.