પડાણામાં એક બીમાર યુવાનનું બાથરૂમમાં પડી ગયા બાદ મોત

copy image

copy image

copy image
copy image

ગાંધીધામ ખાતે આવેલ પડાણામાં એક બીમાર યુવાનનું બાથરૂમમાં પડી જવાથી મોત નિપજ્યાં હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગાંધીધામના પડાણામાં 39 વર્ષીય રાયજી જેસંગ પરમાર નામના શખ્સ સાથે આ બનાવ બન્યો હતો. કચ્છ કેમિકલ જૂની કોલોની સામેની સામે કોલોનીના રૂમમાં હતભાગી રહેનાર રાયજી નામના યુવાનનું ગત દિવસે મોત થયું હતું. હતભાગી બીમાર અને અશક્ત રહેતો હતો, તેમાં ગત દિવસે બાથરૂમ પડી જતાં તેને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે જાણ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. યુવાનનું હૃદયરોગના હુમલાનાં કારણે મોત થયું હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં સામે આવી હતી.