આદિપુરમાં 25 વર્ષીય યુવાનનો આપઘાત
copy image

આદિપુરમાં 25 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવ ત્યાગી દીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુરના સાતવાળી વિસ્તારમાં આવેલ મકાનમાં આ બનાવ બનતો હતો. અહી રહેનાર 25 વર્ષીય શંકર ભાટી નામના યુવાને જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગી ગત દિવસે બપોરના સમયે પોતાના ઘરે હાજર હતો તે સમયે કોઈ અકળ કારણોસર પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો આપઘાત કરી લીધો હતો. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.