કિડાણાના શખ્સને કચ્છ તેમજ તેને અડીને આવેલ જિલ્લાઓમાંથી હદપાર કરવાનો હુકમ
ગાંધીધામના કિડાણાના શખ્સને કચ્છ તેમજ તેને અડીને આવેલ જિલ્લાઓમાંથી હદપાર કરી દેવામાં આવેલ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે ત્યારે અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કિડાણામાં ભૂકંપનગર સોસાયટીમાં રહેનારા શખ્સને કચ્છ તથા તેને અડીને આવેલા જિલ્લાઓમાંથી હદપાર કરાયો છે. કિડાણામાં રહેનાર આરોપી ઈશમ વિરુદ્ધ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે ચોરી, મારામારીના ત્રણ તથા આદિપુર પોલીસ મથકે લૂંટ સહિતના ગુનાઓ નોંધાયેલા છે. તેમજ વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે મિલકત, શરીર સંબંધી ગુના આચરતા આ શખ્સ વિરુદ્ધ હદપારની દરખાસ્ત કરવામાં આવતા તે મંજૂર થઈ હતી. આ દરખાસ્ત મંજૂર થતાં આ ઈશમને દબોચી લઈ અને કચ્છ તથા કચ્છને અડીને આવેલા જિલ્લાઓમાંથી હદપાર કરી દેવામાં આવેલ છે.