ભચાઉનાં શિકારપુરથી નારાણસરી તરફ જતાં માર્ગેથી દેશી બંદૂક સાથે એક શખ્સની ધરપકડ

copy image

ભચાઉનાં શિકારપુરથી નારાણસરી તરફ જતાં માર્ગેથી દેશી બંદૂક સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉ ખાતે આવેલ શિકારપુર કોળીવાસમાં રહેનાર અસલમ અબ્બાસ ત્રાયા નામનો ઈશમ ગત દિવસે સાંજના અરસામાં શિકારપુર ગામથી નારાણસરી તરફ જતા માર્ગ પર પસાર થઈ રહ્યો હતો. તે દરમ્યાન પોલીસે આ શખ્સને પકડી તેની તપાસ હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ તપાસ દરમ્યાન તેની પાસેથી કિંમત રૂા. 5000વાળી હાથ બનાવટની દેશી બંદૂક મળી આવેલ હતી. પોલીસે બંદૂક સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી ઈશમની અટક કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.