અબડાસામાંથી થયેલ વાયર ચોરીના ગુનામાં સંડોવાયેલ ઈશમોને કોઠારા પોલીસે દબોચ્યા

copy image

copy image

  અબડાસા ખાતે આવેલ આરીખાણા, કડુલી અને સુથરીના સીમ વિસ્તારમાં આવેલ સુઝલોન કંપનીની પવનચક્કીમાંથી વાયરની ઉઠાંતરી કરનાર શખ્સોને કોઠારા પોલીસે ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે ગત તા. 23/9/24થી તા. 13/12/24 દરમ્યાન સુઝલોન કંપનીની પવનચક્કીમાંથી 1865 મીટર વાયરની ચોરી થતાં જે-તે સમયે કોઠારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે પૂર્વ બાતમીના આધારે પોલીસે આ ચોરીમાં સંડોવાયેલ બંને ઈશમોને ચોરાઉ મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સોની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.