પડાણાના વાડી વિસ્તારમાંથી 28 હજારના અંગ્રેજી દારૂ સાથે એક ઈશમની થઈ ધરપકડ

daru

copy image

copy image

 પડાણાના વાડી વિસ્તારમાંથી 28 હજારના દારૂ સાથે સાથે એક ઈશમને પોલીસે પૂર્વ કચ્છ એલ.સી.બીની ટીમે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પડાણા વાડી વિસ્તાર તરફ જતા માર્ગ  પરના વળાંક નજીક ચાર સિમેન્ટના થાંભલા નજીક બાવળની ઝાડીઓમાં  કોઈ શખ્સ અંગ્રેજી દારૂનો જથ્થો વેંચી રહ્યો હતો ત્યારે પોલીસે આ ઈશમની ધરપકડ કરી તેના કબ્જામાંથી રૂા. 28,994ના અંગ્રેજી દારૂ કબ્જે કર્યો હતો. પોલીસે આ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.