પૂણેના ગ્રામીણ વિસ્તારમાંથી ગુમ થયેલ યુવાનને દયાપર પોલીસે શોધી કાઢ્યો

મહારાષ્ટ્ર ખાતે આવેલ પૂણેના ગ્રામીણ વિસ્તારમાંથી ગુમ થયેલ યુવાનને દયાપર પોલીસે શોધી કાઢ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મહારાષ્ટ્રના પૂણે જિલ્લાના શિરુર તાલુકાનાં વડગાંવ રસાઇ ગામનો 25 વર્ષીય મંગેશ નામનો યુવાન તા. 6-4ના કોઇને કંઇ કહ્યા વિના ઘરેથી ગુમ થઈ ગયેલ હતો. ત્યારે આ યુવાનના પરીવારજનોએ પોલીસ મથકે ગુમ નોંધ કરાવેલ હતી. તે દરમ્યાન દયાપાર પોલીસને માહિતી મળેલ હતી કે આ યુવાન  લખપત આવેલ છે. ત્યારે પોલીસે તેને શોધી કાઢી અને તેમના પરીવારના સભ્યને સોંપ્યો હતો.