28 લાખના ચેક પરતના કેસમાં બિદડાના આરોપી શખ્સને એક વર્ષ માટે જેલમાં ધકેલાયો
copy image

28 લાખના ચેક પરતના કેસમાં બિદડાના આરોપી શખ્સને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માંડવીનાં બિદડાના રાજન યોગેશભાઇ ગડા તેમજ અશ્વિન મૂરજી ચૌહાણ વચ્ચે મિત્રતાના સંબંધે અશ્વિનને ધંધા માટે 28 લાખ રૂપિયા રાજને એક વર્ષની મુદ્દતે આપેલ હતી. તેના બદલામાં આપવામાં આવેલ ચેક પરત ફરતા આરોપીને નોટિસ આપવામાં આવેલ હતી જેમાં આરોપી દ્વારા ફરી બીજા બે ચેક અને નોટરી લખાણ આપ્યાં હતાં. આ ચેકો પણ પરત ફરતાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ કેસમાં બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપી તકસીરવાન ઠેરવી તેને એક વર્ષની સજા તથા ચેકની રકમ ફરિયાદીને વળતર પેટે એક માસમાં ચૂકવી આપવા તેમજ વળતર ચૂકવવામાં નિષ્ફળ જાય તો તે વધુ 90 દિવસની સજાનો આદેશ જાહેર કર્યો હતો.