તીવ્ર ગરમીના કારણે ભુજમાં 66 વર્ષીય વૃદ્ધનું મોત

copy image

copy image

copy image
copy image

તીવ્ર ગરમીના કારણે ભુજમાં 66 વર્ષીય વૃદ્ધનું મોત થયું હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના વાલદાસ નગરમાં રહેતા બચુભા મીઠુભા જાડેજા નામના વૃદ્ધ બપોરના સમયે ભુજના માંડવી રોડ પર મોગલ ટી હાઉસની સામે રોડની સાઇડમાં બેભાન અવસ્થામાં મળી આવેલ હતા. આ વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે મૃત્યુ પાછળના કારણ જાણવા તપાસ કરતા હતભાગીનું ગરમીના લીધે કુદરતી મોત થયું હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.