કચ્છમાં  રણમાં ગુમ થયેલ ઈજનેરની શોધખોળ વચ્ચે તેમનો મૃતદેહ મળી આવ્યો

copy image

  કચ્છમાં  રણમાં સોલાર પ્રોજેક્ટના સર્વક્ષણ અર્થે ગયેલ અને ગુમ થયેલ ઈજનેર અર્બન પાલની શોધખોળ વચ્ચે તેનો મૃતદેહ મળી આવ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યારે આ અંગે સૂત્રોનું કહેવું છે. અદાણી કંપનીના સોલાર પ્રકલ્પની કામગીરી માટે ગત રવિવારે ગાડીઓમાં ઈજનેર, ટેકનિશિયન, મજુરો સહિતનો કાફલો રણમાં પ્રવેશ્યો હતો. ત્યારે આમાંથી એક ગાડી  રણમાં પ્રવેશી હતી. આ વાહનો આગળ જઈ શકે તેમ ન હોવાથી બે શખ્સો પગપાળા સર્વેની કામગીરી અર્થે ગયેલ હતા. એન્જિનીયર અર્નબ પાલ ગાડીની શોધમાં આગળ અચાનક રણમાં ગાયબ થયો હતો. રણમાં રસ્તો ભૂલેલા ઈજનેરને શોધવા માટે બી.એસ.એફ. દ્વારા ડ્રોન કેમેરાની મદદથી શોધખોળ આરંભી હતી. ઉપરાંત બી.એસ.એફ.ના 100 વધુ લોકો રણના વિવિધ વિસ્તારમાં ફરી વળ્યા હતા. આ શોધખોળની કામગીરી વચ્ચે પાંચમાં દિવસે બેલા નજીક સુકનાવાંઢ રણ વિસ્તારમાંથી આજે સાંજે 7 વાગ્યાના અરસામાં અર્બન પાલનો મૃતદેહ મળી આવેલ હતો. આની વચ્ચે આ ઈજનેરનું ગરમીનાં કારણે મોત થયું હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી.