અબડાસાના કોઠારામાં શોર્ટસર્કિટના કારણે શ્રમિક ઘાયલ

man-get-electric-shock-vector-46010387

copy image

copy image

  અબડાસા ખાતે આવેલ કોઠારામાં શોર્ટસર્કિટના કારણે એક શ્રમિક ઇજાગ્રસ્ત થયો છે તેમજ અનેક વીજ ઉપકરણ બળી ગયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કોઠારાના આશાપુરાનગર વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. અહી   66 કે.વી.ની હાઇવોલ્ટેજ વીજલાઇન પસાર થાય છે. બે માળના મકાનનું ગેરકાયદેસર બાંધકામ ચાલુ હોતાં ઉપર કામ કરી રહેલા એક શ્રમિકને વીજ કરંટ લાગતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો ઉપરાંત શોર્ટ સર્કિટથી અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણ પણ બાલી ગયા હતા.