મુંદ્રામાં કંપનીમાં વોચ ટાવર પરથી પટકાતાં 55 વર્ષીય આધેડનું મોત

dead-body-floor-60202053

copy image

copy image

મુંદ્રામાં કંપનીમાં વોચ ટાવર પરથી પટકાતાં 55 વર્ષીય આધેડનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાન જુનજુન જિલ્લાના હાલે ન્યૂ મુંદરા રહેતા અમરસિંહ બુધારામ નામના આધેડ જે મુંદ્રા સ્થિત આઈઓસીએલ પ્લાન્ટનાં વોચ ટાવર ત્રણ ઉપરથી અંદાજે 18 ફૂટની ઊંચાઈએથી નીચે પટકાયા હતા. આ બનાવમાં આ આધેડને માથાં તથા છાતીના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. આ બનાવમાં ગંભીર ઇજાઓના પગલે હતભાગીનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.